૬૯૦ - ગામોગામથી મંડળીઓ આવતાં વધુ આનંદ

0:000:00

આ રીતે ચૈત્ર વદ ત્રીજ સુધી કથાવાર્તા પ્રસંગે બાપાશ્રી મહારાજના અલૌકિક પ્રતાપની વાતો કરતા તથા હરિભક્તોને જમાડી-રમાડી આનંદ પમાડતા હતા, ત્યાં ચોથને દિવસે કણબીની ચોવીસેય ગામની નાતના હરિભક્તો આવવા માંડ્યા. સાથે ઉત્સવમંડળીઓ ઝાંઝ-મૃદંગ વગાડે ને કીર્તન બોલે, મંદિરને દરવાજે તો ચોઘડિયાં વાગતાં જ હોય. વળી શ્રીજીમહારાજ પાસે જે કોઈ દર્શને આવે તે શ્રીફળ, મેવા આદિ લાવીને મૂકે તથા પુરાણી અને પુસ્તકની પૂજા કરી બાપાશ્રીને હાર પહેરાવે, ચંદન ચર્ચે, એ ટાણે સંતની સભામાં તો સૌના કંઠમાં હજારી ફૂલના હાર હોય એવાં દર્શનથી હરિભક્તોનાં હૃદયમાં આનંદ સમાય નહિ.