૩૩૯ - અંતર્યામીપણું જણાવ્યું

0:000:00

આ યજ્ઞમાં ભૂજના કોટવાળ ધનજીભાઈ પોતાને રજા ન મળવાથી આવી શક્યા ન્હોતા, તેથી તેમણે છેલ્લે દિવસે આવી દર્શન કર્યાં, પણ પોતાના મનમાં એમ થઈ ગયું જે, ‘બાપાશ્રીને આ વાત જણાવીને હવે રાજ્યની નોકરીમાંથી રજા લઈ લઉં,’ પણ સંત-હરિભક્તોની ભીડ બહુ હોવાથી પૂછવાનો લાગ ન આવે ને વિચાર થયા કરે ત્યાં તો બાપાશ્રીએ તેમનો હાથ ઝાલી અંતર્યામીપણે કહ્યું કે, ‘ધનજીભાઈ! નોકરી છોડી દેવાનો સંકલ્પ કરીને તમે અહીં આવ્યા છો, પણ એ સંકલ્પ મૂકી દ્યો ને જેમ ચાલે છે તેમ ચલાવો. તમને અમે મહારાજની મૂર્તિમાં રાખ્યા છે, માટે કાંઈ અધૂરું માનશો નહિ.’ આવા વચન સાંભળી તે તો આશ્ચર્ય પામી ગયા ને બાપાશ્રી તથા દિવ્યસભાનાં દર્શન કરી પાછા ભૂજ ગયા.