૬૫૪ - સંતોને સુખપુર મોકલ્યા

0:000:00

આ રીતે બાપાશ્રી સંતોને મહિમાની વાતો કરી સુખિયા કરતા હતા, ત્યાં સુખપુરના હરિભક્તો ગાડાં લઈ બાપાશ્રી તથા સંતોને તેડવા આવ્યા. તેમને બાપાશ્રી કહે, 'હમણાં તમે સંતોને તેડી જાઓ, હું અન્નકૂટ ઉપર ભૂજ દર્શને આવીશ ત્યારે વળતાં ત્યાં આવી જઈશ. સદ્‍ગુરુઓ બહુ સમર્થ છે, તે કથાવાર્તા કરી હરિભક્તોને સુખિયા કરશે.' એમ કહી સંતોને સુખપુર જવાનું કહ્યું ને બોલ્યા જે, ‘મારાથી અવાશે તો અન્નકૂટ વખતે ભૂજ થઈને ત્યાં પહોંચી આવીશ. નહિ તો તમે અન્નકૂટનો સમૈયો ભૂજમાં કરી નારાયણપુર આવજો. હું પણ ત્યાં આવીશ.’ એમ કહી સંતોને સુખપુર મોકલ્યા. ત્યાં સંતોએ થોડા દિવસ રહી હરિભક્તોને કથાવાર્તાએ કરીને બહુ જ સુખિયા કર્યા; પછી દિવાળીને દિવસે હરિભક્તોએ સહિત સંતો ભૂજ ગયા. ત્યાં સૌએ ઘણી વાટ જોઈ, પણ અન્નકૂટનાં દર્શન થયા ત્યાં સુધી બાપાશ્રી પધાર્યા નહિ તેથી સુખપુરના હરિભક્તોને તાણ હતી જે, 'બાપાશ્રી આવશે તો અહીંથી ફરી વાર સંતોને આપણે ગામ તેડી જશું.' તે આશા તેમણે પણ મૂકી.