૫૬૩ - ધનજીભાઈની ચોકીએ ધામધૂમ
0:000:00
આ રીતે કથા-યજ્ઞની પૂર્ણાહુતિ થયા પછી સુખશય્યામાં પધરાવવાની શ્રીજીમહારાજની મૂર્તિ લઈને સંતોએ સહિત બાપાશ્રી સિગરામમાં ભૂજ જવા નીકળ્યા, ત્યારે માર્ગમાં નારાયણપુરવાળા ધનજીભાઈની ચોકી આવી ત્યાં કેટલાક હરિભક્તો ચંદન, કુંકુમ, ફૂલહાર ને પ્રસાદી તૈયાર કરી ઊભા રહેલા, તે સિગરામ તથા ગાડાં આવતાં જોઈ, સામા ચાલી ઉત્સવમાં કીર્તન બોલવા લાગ્યા જે, ’જશોદા મારે મંદિર મેલો કહાનને રે, જાણું આપ્યું જીવત કેરા દાનને રે,’ –એ કીર્તન બોલી રહ્યા પછી તેમણે સંતો તથા બાપાશ્રીની પૂજા કરી પ્રસાદી વહેંચાવી, ત્યાંથી સહુ ભૂજ પહોંચ્યા; ત્યાં પણ એવી જ રીતે આનંદ-ઉત્સવ થવા લાગ્યો.