૨૧૩ - પચીસ મણ ખારેકો વહેંચી
0:000:00
ત્યાર પછી મહા મહિનામાં લાલજીભાઈથી નાના ભાઈ હરજીનાં લગ્ન થવાનાં હતાં, તેના માંડવા વખતે પણ પોતે પાસે રહી વિધિ કરાવી ને માંડવે આવેલા માણસોને ખારેકોના ખોબા ભરી ભરીને દેવા માંડ્યા. આ વાતની ગામમાં ખબર પડતાં માંડવે નાનામોટા માણસ બાઈ-ભાઈ બહુ આવવા લાગ્યાં; પછી તો જે આવે તેને પોતે ખારેકોના ખોબા ભરી ભરીને આપ્યા જ કરે. તેથી તેમનાં લગ્નમાં તો પચીસ મણ ખારેકો વહેંચી, એવું ભારે સંભારણું કરી ગામનાં તથા ઘરનાં સૌ બાઈ-ભાઈને રાજી કરી મૂક્યાં. ઘરમાં સૌને દિવ્યભાવ, એટલે બાપાશ્રી જે કાંઈ કરે તેમાં કોઈને શંકા જ નહિ.